મૂળ ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામના અને હાલ મોરબી બોની પાર્કમાં રહેતા શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર રહેતી સગીરાને લગ્નની લાલચ આપી મૂળ ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામના અને હાલમાં બોની પાર્કમાં રહેતા શખ્સે અવાર નવાર દુષ્કર્મ ગુજારતા આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોકસો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ રવાપર રોડ ઉપર રહેતા ભદ્ર સમાજના પરિવારની સગીર વયની પુત્રીને મૂળ ટંકારા તાલુકાના ખીજડિયા ગામના અને હાલમાં રવાપર બોનીપાર્ક, આંગન પેલેસ, બ્લોકનં.૬૦૧માં રહેતા આરોપી જયદીપ ઉર્ફે જય સુરેશભાઇ બારૈયાએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી પોતાના ઘરેથી તેના મોટરસાયકલમાં બેસાડી લઇ જઇ તેણીની મરજી વિરુધ્ધ સગીરવયની હોવાનુ જાણવા છતા અવાર નવાર શરીર સંબંધ બાંધતા આ મામલે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. વધુમાં આ દુષ્કર્મ અંગેની ફરિયાદમાં પોલીસે આરોપી જયદીપ ઉર્ફે જય વિરુદ્ધ આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(જે)(એન),પોકસો એકટ કલમ-૫(એલ),૬,મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..