'જુનિયર રમેશ મહેતા' તરીકે જાણીતા મયુરબાપાએ ફિલ્મ ક્ષેત્રમાં આપેલા યોગદાન બદલ નવાજવામાં આવ્યા મોરબી : મોરબીના કોમેડિયન મયુરબાપાને ગુજરાત સીને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. તેઓને ફિલ્મ ક્ષેત્રમાં આપેલા યોગદાન બદલ નવાજવામાં આવ્યા આવ્યા છે. સ્વર્ણિમ ન્યુઝ અને ન્યુઝ ઓનલાઇન દ્વારા ફિલ્મ, શિક્ષણ પત્રકારત્વ, વ્યાપાર અને સામાજિક ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન આપ્યું હોય તેવા લોકોને પ્રોત્સાહિત કરવા ગુજરાત સીને એવોર્ડ આપવામાં આવ્યો છે. જે અન્વયે મોરબીના કોમેડિયન મયુરબાપાને ગુજરાત સીને એવોર્ડ-2021 અર્પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મયુરબાપા ટેલિવિઝન, નાટક અને શોર્ટ ફિલ્મમાં હાસ્ય કલાકાર તરીકે અભિનય કરે છે. અને તેઓ શોર્ટ ફિલ્મમાં ડાયરેકટર તરીકે પણ કાર્યરત છે. 'જુનિયર રમેશ મહેતા' તરીકે જાણીતા મયુરબાપાને એવોર્ડ પ્રાપ્ત થતાં તેમના પરિવારજનો અને મિત્રોએ શુભેચ્છા પાઠવેલ છે.