મોરબી : મોરબી શહેર ભાજપના વિવિધ વિભાગોમાં હોદેદારોની નિમણુંક કરતાં મોરબી જિલ્લા ગુજરાત માલધારી સેના દ્વારા હોદેદારોનું અભિવાદન કરવામાં આવ્યું છે. મોરબી શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મોરબી શહેર ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ બારની વરણી કરવામાં આવી છે તેમજ મોરબી શહેર કોષાધ્યક્ષ તરીકે સંજય રાતડીયા, મોરબી શહેર માલધારી સેલ ભાજપ પ્રમૂખ તરીકે મહેશભાઈ ભુંભરીયા તેમજ ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ ભરવાડની નિમણુંક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ગુજરાત માલધારી સેના દ્વારા હોદેદારોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ તકે મોરબી જિલ્લા ગૂજરાત માલધારી સેના પ્રમુખ ધર્મેશભાઈ (ધારાભાઈ), ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા મંત્રી જયેશભાઈ ખાંભલા હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..