દિવસ દરમ્યાન જ ઝૂલુસ કાઢી શકાશે મોરબી : ગુજરાતમાં ઇદ-એ-મિલાદની ઉજવણી માટે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત ઇદ નિમિતે નીકળનારા ઝૂલુસમાં 15 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ફક્ત દિવસ દરમ્યાન જ ઝૂલુસ કાઢવાની અને તેમાં પણ માત્ર એક જ વાહનને છૂટ આપવામાં આવી છે. ઝૂલુસને જે-તે વિસ્તારમાં જ ફેરવવાની મંજૂરી અપાઇ છે. સાથે જ બને તેટલું વહેલું ઝૂલુસ પૂર્ણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ઝૂલુસ દરમ્યાન કોવિડની ગાઇડલાઇનનું કડક પાલન કરવાનો પણ સરકારે આદેશ આપ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..