મોરબી : આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત મોરબીની સાધના વિદ્યાલય દ્વારા 29 ડિસેમ્બરના રોજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા તેમજ કારકિર્દીનું ઘડતર અંગે સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આશરે 100 થી વધારે વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં પરીક્ષાની તૈયારી, કારકિર્દીનું ઘડતર તેમજ ભવિષ્યની સમસ્યા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારનું નેતૃત્વ શાળાના આચાર્ય વિશાલ એમ. વિડજાએ આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમીના ચેરમેન પ્રસાદ ગોરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના BBA, BCA ના આચાર્ય અને પ્રોફેસર ડો. હિરેન મહેતા અને આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના એડમિન વિભાગના HOD હિતેષ સોરીયાએ આ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા ઈન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના આવા પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી.