12 ટકા અને 28 ટકાનો સ્લેબ નાબૂદ : 22 સપ્ટેમ્બરથી ફેરફારો થશે લાગુ : કઈ કઈ વસ્તુ સસ્તી થશે, વાંચો યાદીમોરબી : નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી જીએસટી કાઉન્સિલનક બેઠકમાં ઘણા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે હવે ફક્ત બે જીએસટી સ્લેબ રહેશે, જે 5% અને 18% હશે. આનો અર્થ એ થયો કે હવે 12 અને 28% ના જીએસટીના સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે અને તેમાં સમાવિષ્ટ મોટાભાગની વસ્તુઓ ફક્ત બે મંજૂર ટેક્સ સ્લેબ હેઠળ આવશે. આના કારણે ઘણી વસ્તુઓ સસ્તી થશે. 22 સપ્ટેમ્બરથી આ ફેરફાર લાગુ થશે.નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે વાત કરતા કહ્યું કે અમારું ધ્યાન દેશના સામાન્ય માણસ પર છે. ખેડૂતોથી લઈને મજૂર સુધીના દરેકને ધ્યાનમાં રાખીને સ્લેબ ઘટાડવાની મંજૂરી આપવામાં આવી છે અને બેઠકમાં સામેલ તમામ રાજ્યોના નાણામંત્રીઓએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો. સમયની માંગને સમજીને બધાએ આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં સંપૂર્ણ સંમતિ વ્યક્ત કરી હતી.કઈ કઈ વસ્તુઓ ઉપર જીએસટીમાં થયો ઘટાડોજીવન જરૂરિયાત વસ્તુઓ● હેર ઓઇલ, શેમ્પુ, ટૂથ પેસ્ટ, ટોઇલેટ શોપ, ટૂથ બ્રશ, શેવિંગ ક્રીમમાં 18 ટકાની બદલે 5 ટકા● બટર, ઘી, ચીઝ અને ડેરી સ્પ્રેડ્સમાં 12 ટકાની જગ્યાએ 5 ટકા ● પ્રિ પેકેજ નમકીન, ભુજીયા અને મિક્સચરમાં 12 ટકાની બદલે 5 ટકા ● વાસણમાં 12 ટકાની બદલે 5 ટકા● ફિડિંગ બોટલ, નેપકીન ફોર બેબી અને ક્લિનિક ડાયપરમાં 12 ટકાની બદલે 5 ટકા● સિલાઈ મશીન અને પાર્ટ્સમાં 12 ટકાની બદલે 5 ટકાહેલ્થકેર સેક્ટર ● હેલ્થ એન્ડ લાઈફ ઇન્સ્યોરન્સમાં 18 ટકાની બદલે ઝીરો● થર્મોમીટરમાં 18 ટકાની બદલે 5 ટકા● મેડિકલ ગ્રેડ ઓક્સિજનમાં 12 ટકાની બદલે 5 ટકા● ઓલ ડાયગ્નોસ્ટીક કિટ્સ એન્ડ રિજન્ટ્સમાં 12 ટકાની બદલે 5 ટકા● ગ્લુકોમીટર એન્ડ ટેસ્ટ સ્ટ્રીપ્સમાં 12 ટકાની બદલે 5 ટકા● કરેક્ટિવ સ્પેકટલ્સમાં 12 ટકાની બદલે 5 ટકાએજ્યુકેશન ● મેપ્સ, ચાર્ટ્સ સન્ડ ગ્લોબ્સમાં 12 ટકાની બદલે ઝીરો● પેન્સિલ, સાર્પનર, પેન્સિલ કલર, મીણીયા કલરમાં 12 ટકાની બદલે ઝીરો● એક્સરસાઈઝ બુક એન્ડ નોટબુકમાં 12 ટકાની બદલે ઝીરો● ઇરેઝરમાં 12 ટકાની બદલે ઝીરોએગ્રીકલ્ચર ● ટ્રેકટર ટાયર એન્ડ પાર્ટમાં 18 ટકાની બદલે 5 ટકા● ટ્રેક્ટર્સમાં 12 ટકાની બદલે 5 ટકા● સ્પેસીફાયડ બાયો પેસ્ટીસાઈડ, માઈક્રો ન્યુટ્રીયન્સમાં 12 ટકાની બદલે 5 ટકા● ડ્રિપ ઇરીગેસન સીસ્ટમ એન્ડ સ્પ્રિંકલર્સમાં 12 ટકાની બદલે 5 ટકા● જમીન ખેડવા, હાર્વેસ્ટિંગ, થ્રેસિંગ તથા અન્ય કામ માટેના એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચરલ અથવા ફોરેસ્ટરી મશીન ઉપર 12 ટકાની બદલે 5 ટકાઓટોમોબાઇલ્સ● પેટ્રોલ તથા પેટ્રોલ-હાઈબ્રીડ, એલપીજી, સીએનજી કાર (1200 cc અને 4000 mmથી વધુ નહિ)માં 28 ટકાની બદલે 18 ટકા● ડીઝલ તથા ડીઝલ હાઈબ્રીડ કાર (1500 cc અને 4000 mmથી વધુ નહિ)માં 28 ટકાની બદલે 18 ટકા● 3 વ્હીલરમાં 28 ટકાની બદલે 18 ટકા● મોટરસાયકલમાં (350 સીસી તથા તેનાથી ઓછા સીસી)માં 28 ટકાની બદલે 18 ટકા● માલ સામાનની હેરફેર માટેના મોટર વ્હીકલમાં 28 ટકાની બદલે 18 ટકાઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ● એસીમાં 28 ટકાની બદલે 18 ટકા● ટીવી (32'થી વધુ ઇંચના)માં 28 ટકાની બદલે 18 ટકામોનિટર્સ અને પ્રોજેક્ટર્સમાં 28 ટકાની બદલે 18 ટકા● ડિશ વોશિંગ મશીનમાં 28 ટકાની બદલે 18 ટકા