મોરબી: મોરબીમાં સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પાંચ જેટલા કોલસાના વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જો કે હાલ ઓપરેશન ચાલુ હોય ત્યાંથી શુ મળ્યું છે તે અંગે આગામી દિવસોમાં વિગતો જાહેર કરાશે.મોરબીમાં પાંચ કોલસાના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા ગઈકાલના સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ જીએસટી વિભાગ દ્વારા ત્રણ સ્ટુડિયોમાં સર્ચ કરવામાં આવ્યા બાદ ગઈકાલથી શ્યામ, શિવમ, શિવાય, ક્રિસ્ટલ, મરર્ક્યુના સહિતના કોલસાના વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.