અંદાજે ત્રણથી ચાર જેટલા યુનિટોમાં તપાસનો ધમધમાટ મોરબી : મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ઘડિયાળના યુનિટોમાં જીએસટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અંદાજે ત્રણથી ચાર જેટલા યુનિટોમાં તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મોરબીમાં ફરી જીએસટીની ટીમ ઓચિંતી ત્રાટકી છે. શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં અંદાજે ત્રણથી 4 જેટલા ઘડિયાળના યુનિટોના જીએસટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં જીએસટીની ટીમે કરચોરી અંગેની તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. અંદાજે 4 વાગ્યાથી આ કામગીરી શરૂ કરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે. જો કે આ અંગેની વધુ વિગત ટૂંક સમયમાં જાહેર થશે તેવુ જાણવા મળ્યું છે.