સિરામિક એમ્પાયર અને આઇકોલેક્સ સિરામિકમાં મોરબી અને ગાંધીધામની જીએસટી ટીમે તપાસ હાથ ધરીમોરબી : મોરબીમાં સિરામિકની બે ઓફિસોમાં જીએસટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં મોરબી અને ગાંધીધામની ટીમ દ્વારા ઓફિસના દસ્તાવેજની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર મોરબીમાં ફરી એક વખત જીએસટીની ટીમે ધામાં નાખ્યા છે. સિરામિક એમ્પાયર નામની ઓફિસ પર અને ખોખરા હનુમાન મંદિર પાસે આવેલ આઇકોલેક્સ સિરામિકમાં જીએસટીની ટિમ દ્વારા સર્ચ ચલાવવામાં આવ્યું છે. છ મહિના પહેલા પણ આ ઓફિસ ઉપર જીએસટીના દરોડા પડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ જીએસટીની ટિમો દ્વારા તમામ દસ્તાવેજો ચકાસવામાં આવી રહ્યા છે. આ સર્ચ ઓપરેશનમાં જીએસટી ચોરી સામે આવે છે કે તેમ તે અંગે જીએસટી દ્વારા આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.