સનકોર, સેઝ અને શુભ સીરામીક ફેકટરીમાં રાજકોટ જીએસટીની ટીમ દ્વારા કાર્યવાહીમોરબી : માર્ચ મહિનો નજીક આવતા જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી વિભાગ દ્વારા સર્ચ, સર્વે અને દરોડાનો દૌર શરુ કરાયો છે જે અન્વયે આજે સવારથી મોરબીની ત્રણ અલગ અલગ સીરામીક ફેકટરીઓમાં રાજકોટ જીએસટી ટીમોએ દરોડા શરૂ કરી હિસાબી સાહિત્ય ચકાસવાનું શરૂ કરતા સીરામીક લોબીમાં ફફડાટ મચી ગયો છે.સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગની ટીમો દ્વારા આજે સવારથી મોરબીના રંગપર રોડ ઉપર આવેલ સેઝ સીરામીક, લખધીરપૂર રોડ ઉપર આવેલ શુભ સીરામીક ફેક્ટરી અને વાંકાનેરના લાકડાધાર રોડ ઉપર આવેલ સનકોર સીરામીક ફેકટરીમાં તપાસનો ધમધમાટ શરૂ કરી હિસાબી સાહિત્યની ક્રોસ ચકાસણી શરૂ કરતા અન્ય સીરામીક એકમોમાં ફફડાટ મચી ગયો છે, નોંધનીય છે કે ગઈકાલે જાંબુડિયા નજીક પણ જીએસટીની ટીમોએ ધામાં નાખ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.