કનેક્ટિવિટીના ધાંધિયા, સર્વર ઠપ્પ સહિતના પ્રશ્ને દેશવ્યાપી લડતનો પ્રારંભ : નેશનલ કમિટી ઓફ જીએસટી પ્રોફેશનલની રચના મોરબી : જીએસટી કાયદો અમલમાં આવ્યાને ૧૬ - ૧૬ મહિના વીતવા છતાં હજુ પણ ઓનલાઇન કનેક્ટિવિટી, સર્વરના ધાંધિયા યથાવત રહેતા જીએસટી પ્રોફેશનલો દ્વારા નેશનલ કમિટી ઓફ જીએસટી પ્રોફેશનલની રચના કરી સરકાર સામે બાયો ચડાવવામાં આવી છે અને આજે આ સંગઠનની મોરબી પાંખ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જટિલ જીએસટી કાયદાને સરળ બનાવવા માંગ ઉઠવાઈ હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જીએસટી અમલના ૧૬ મહિના પછી પણ નેટવર્ક ઠેરના ઠેર છે, ભારતમાં સરળ જીએસટીની તાતી જરૂરિયાત હોવાનું જણાવી હાલનો જીએસટી કાયદો ખુબ જ જટીલ હોવાનું અને તેનું અમલીકરણ તેનાથી વધુ જટિલરીતે કરવામાં અાવતું હોવાનો પ્રોફેશનલો દ્વારા જણાવાયું હતું. વધુમાં અધિકારીઓની સત્તા અને સિસ્ટમની નબળાઇ વચ્ચે વેપારીઓ ની હાલત કફોડી થઈ ગયેલ છે અને જીએસટી કાયદાના અમલના ૧૬ મહિના પછી વેપારીઓ અમુક વ્યવહાર કરતાં પહેલા વકીલોને પૂછવા જવુ પડે તેવી સ્થિતિમાં સમયમર્યાદામાં ઉપરા - ઉપરી એકપછી એક પત્રકો ભરવાની જોગવાઈ દૂર કરવા માંગ કરી હતી ઉપરાંત સતત થઈ રહેલ બદલાવ અને આકરા દંડ કારણે સરળ બનાવવામાં આવેલો કાયદો વેપારીઓ માટે મુશ્કેલીઓ ઉભી કરી રહયો છે અને તેથી પણ આગળ વેપારીઓ વતી કામ કરતા પ્રોફેશનલો સરકારની સિસ્ટમ સામે રીતસરના જજુમી રહ્યા છે અને સિસ્ટમની ના કામયાબીને હિસાબે વેપારીઓને પૂર્ણ સંતોષ આપી શકે તે માટે અનેકોનેક રજૂઆતો વાર તહેવારે કરી રહ્યા છે પરંતુ અનેક રજુઆતો ૧૬ મહિના પછી પણ ઠેરની ઠેર રહેતા તેઓએ આજે જીએસટી કાઉન્સીલના ચેરમેન વતી મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપી મુશ્કેલીઓથી અવગત કરાવવામાં આવ્યા હતા. વધુમાં GST નેટવર્ક ઉપર અંદાજે દોઢ લાખ રિટર્ન ફાઈલ થઈ શકે છે જેની સામે દેશમાં GST નો ધરાવતા વેપારીની સંખ્યા ૧.૧૪ કરોડ છે એટલે કે સર્વરને અપગ્રેડ કરવું પડે કેપેસિટી વધારવી જોઈએ જેથી વેપારીઓ સરળતાથી પોતાના કાર્યો કરી છે અને લેટ ફી થી બચી શકે.અનેક કિસ્સાઓ એવા છે જેમાં વેપારીઓએ અનેક વખત દિવસો દિવસ પ્રયત્ન કર્યા પછી પણ કમ્પ્લેન કરી શક્યા નથી અને જેથી તેમને ઘણેઅંશે નાણાકીય નુકશાન થયેલ છે, આવું થવું કુદરતી ન્યાયના સિધ્ધાંતની વિરુદ્ધ છે અને જેથી વેપારીઓના લૉગ-ઈન માં ઍક ઍક્ટિવિટી રિપોર્ટ જનરેટ થાય અને જેના આધારે વેપારીઓએ કરેલા પ્રયત્નોની નોંધ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે માંગણી છે. આવું થશે તો અનેક કિસ્સાઓમાં વેપારીઓને લેટ ફી માથી મુક્તિ મળશેઅને જીએસટી સિસ્ટમની નબળાઈઓ પણ સામે દસ્તાવેજી પુરાવા સાથે રજૂ કરી શકાય. વધુમાં નેશનલ કમિટી ઓફ જીએસટી પ્રોફેશનલ દ્વારા આ પ્રશ્નનો સ્થાનિક કક્ષાએથી લઈ ધારાસભ્ય, સાંસદ અને ચેમ્બર ઓફ કોમર્સ સુધી ઝુંબેશ રૂપી રાજુઆતનો દૌર ચલાવી લડત આપવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='37733,37734']