મોરબી : મોરબીમાં સેવાકીય કાર્યો માટે જાણીતા અનસ્ટોપેબલ વોરિયર્સ NGO દ્વારા આગામી તા.20ને શનિવારના રોજ દ્વિતિય સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમૂહ લગ્નોત્સવમાં 11 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડવાના છે. લગ્નોત્સવ રામેશ્વર ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે યોજાશે. જેમાં સાંજે 4 કલાકે જાન આગમન થશે. સાંજે 6 કલાકે હસ્ત મેળાપ યોજાશે. ત્યારબાદ સાંજે 7 કલાકે ભોજન સમારોહ યોજાશે.