માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા)ના નાના દહિંસરા ગામે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે તારીખ 16-8-2025 ને શનિવારના રોજ 'શોભાયાત્રા', 'રાસ-ગરબા' અને 'મટકી ફોડ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 16-8-2025 ને શનિવારના રોજ શ્રી કૃષ્ણ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે (જન્માષ્ટમી)ના દિવસે નાના દહિંસરા ગામ ખાતે “મટકી ફોડ” તથા “ભવ્ય રથયાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 થી 6 કલાકે રામજી મંદિર ચોક થી રથયાત્રાનો પ્રારંભ થશે તથા મટકી ફોડ કાર્યક્રમ યોજવામા આવશે. આ કાર્યક્રમમાં પધારવા સમસ્ત નાના દહિંસરા ગામ અને ગ્રુપ ઓફ સનાતન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.