8.80 કરોડના ખર્ચે 5.50 મીટર પહોળો અને 11.5 કી.મીનો રોડ નિર્માણ પામશેહળવદ : મુળી તાલુકાના સરા ખાતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને શામજીભાઈ ચૌહાણ સહિતના આગેવાનોની હાજરીમાં સરા-આંબરડી અને સુંદરીભવાની સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.સુરેન્દ્રનગર અને મોરબીને જોડતા સરા થી સુંદરી ભવાની સુધીના 11.5 કિલોમીટરનો આ રોડ 8.80 કરોડના ખર્ચે નિર્માણ પામશે.અગાઉ આ રોડ 3.75 મીટરનો હતો.જે વધીને 5:30 મીટરનો કરવામાં આવ્યો છે.આ રોડનું ખાતમુહૂર્ત થતા હવે રોડના નિર્માણનું કાર્ય શરૂ થશે.રોડ બનવાથી આજુબાજુના અનેક ગામોની વર્ષો જૂની માંગ પૂરી થશે.કારણકે મોરબી જિલ્લાનું છેલ્લું ગામ સુંદરી ભવાની છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું છેલ્લુ ગામ આંબરડી છે સુંદરી ભવાનીથી સરા ગામ સુધીના આ રોડનું નિર્માણ થાય તે માટે અનેક વખત આગેવાનો દ્વારા રજૂઆતો પણ કરાવી હતી. અને આખરે આ રજૂઆતો સફળ બની છે.