વાંકાનેર: 'ગતિશીલ વાંકાનેર, ગતિશીલ ગુજરાત'ના સૂત્રને સાર્થક કરતાં, વાંકાનેર શહેરના વોર્ડ નંબર-1 એટલે કે નવાપરા વિસ્તાર માટે નવી પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસલક્ષી કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે નગરપાલિકાના સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.