મોરબી : મોરબીના પીપળી ગામે તા. 20-8-2025ને બુધવારના રોજ દિવ્યાંગ હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. જેમાં સવારે 9 કલાકે સંતોનું આગમન, 9:15 કલાકે દીપ પૂજા, 9:30 કલાકે સંતોનું આશીર્વાદ વચન તથા સવારે 10:30 કલાકે ભૂમિ પૂજન કરવામાં આવશે. આ અવસરે શ્રી લાલબાપુ ગધેધડ આશ્રમ, શ્રી રાજુભગત ગધેધડ આશ્રમ, શ્રી દોલુ ભગત ગધેધડ આશ્રમ, મોગલધામ કબરાવ (બાપુ), પરમ પૂજ્ય માં કંકેશ્વરી દેવી (ખોખરા હનુમાન), શ્રી દામજી ભગત (નકલંકધામ બગથળા), મહંત શ્રી ભાવેશ્વરીમાં (રામધન આશ્રમ - મહેન્દ્રનગર) રાતનેશ્વરી દેવી કથાકાર (રામધન આશ્રમ - મહેન્દ્રનગર) મહંત શ્રી અમરગીરી બાપુ (મહાકાલી આશ્રમ - ચરાડવા), ભાનુપ્રસાદ ગૌર માનસ હનુમાનધામ (કટારીયા), કથાકાર રઘુવીરસિંહ ઝાલા (પીપળી), બજરંગ ધૂન મંડળ મોરબી વગેરે દ્વારા દીપ પૂજા કરવામાં આવશે. આ સમારોહમાં હાજર રહેવા ઘનશ્યામસિંહ ઝાલાએ નિમંત્રણ પાઠવ્યું છે.