સુપર ટોકીઝથી નવલખી રોડ અને દરબારગઢથી નહેરૂગેટ સુધી ભૂગર્ભ ગટર નાખવાનું કામ શરૂ કરાશે : ગ્રીન ચોક લાઈબ્રેરી પણ ખુલ્લી મુકાશેમોરબી : મોરબીમાં આવતીકાલે ગુરૂવારે ભૂગર્ભ ગટર નાખવાના બે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે ગ્રીન ચોક લાઈબ્રેરી પણ પુનઃ શરૂ કરવામાં આવશે. આ મામલે મોરબી મહાનગરપાલિકાની સિવિલ અને સિટી બ્યુટીફીકેશન શાખાની યાદીમાં જણાવાયું છે કે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં સુપર ટોકીઝથી અમુલ ડેરી (નવલખી રોડ) સુધી ડ્રેનેજ લાઈન નાખવાના કામનું તા.૧૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ખાતમહુર્ત રાખવામાં આવ્યું છે. આ સાથે દરબારગઢથી નહેરૂ ગેટ સુધી ડ્રેનેજ લાઈન નાખવાના કામનું પણ તા.૧૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ખાતમહુર્ત રાખવામાં આવ્યું છે. ઉપરાંત ગ્રીનચોક લાઈબ્રેરીનો વાંચન રૂમને તા.૧૫થી જાહેર જનતા માટે પુનઃ કાર્યરત કરવામાં આવશે.