મોરબી : અતિ ભારે વરસાદ બાદ મોરબી શહેરમાં અનેક જગ્યાએ ગટર છલકાવાના પ્રશ્નો સામે આવ્યા છે ત્યારે સનાળા રોડ પર ચંદ્રનગર ની બાજુમાં આવેલ શ્રી યદુનંદનપાર્ક 19/22માં પણ ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે.રહીશોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 5-6 દિવસથી શ્રી યદુનંદન પાર્ક 19/22માં ભૂગર્ભ બ્લોકેઝ હોવાના કારણે દરેક શેરીમાં લેટ્રીન, બાથરૂમ તથા દરેકના ટાંકામાં ભૂગર્ભનું પાણી અંદર આવી જવાના કારણે મોટી સમસ્યા ઊભી થઈ છે. તો તાત્કાલિક ધોરણે પાણીનો ક્યાંક ને ક્યાંક નિકાલ કરી આપવામાં આવે નહિતર રોગચાળો ઉભો થાય તેવી સંભાવના છે.