મોરબી : મોરબીના નવલખી રોડ પર ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરથી આગળ જતા આવતી કુબેર-1 સોસાયટીમાં ભુગર્ભમાંથી પાણી ઉભરાતા હોવાની સમસ્યા સામે આવી છે. ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં કુબેર-1 સોસાયટીના ઘરોમાં ભુગર્ભમાંથી પાણી ઉભરાઈ રહ્યું છે અને તમામ ઘરના ટોઈલેટમાં પાણી ઉભરાઈ રહ્યું છે. આ પરેશાનીનો સોસાયટીના લોકોને સામનો કરવો પડી રહ્યો છે.