ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે રૂપિયા 4,17,22,360 ના ખર્ચે બનનાર ડામર રોડના રીસર્ફેસીંગ કામનો પ્રારંભમોરબી અપડેટ: વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આજ રોજ પંચાસીયાથી રાતીદેવળી ગામ સુધીના ડામર રોડના રીસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આશરે 8.30 કિલોમીટર લંબાઈના આ રોડનું કામ રૂપિયા 4,17,22,360 ના માતબર ખર્ચે હાથ ધરવામાં આવશે.આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, પંચાસીયા ગામના સરપંચ દીનેશભાઈ ચારોલા, વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલર કાંતિભાઈ કુંઢીયા, પદ્યુમનભાઈ પઢીયાર, બ્રિજરાજસિંહ ઝાલા, જીજ્ઞેશભાઈ નાગ્રેચા, મનુભાઈ સારેસા અને દીનેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત વાંકાનેર APMC ડિરેક્ટર અશ્વિનભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી ડાયાભાઈ સરૈયા, દીપકભાઈ દવે, વિરાજભાઈ મહેતા અને નિસર્ગભાઈ યાજ્ઞિક સહિત બહોળી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક ગ્રામજનો આ પ્રસંગે હાજર રહ્યા હતા અને માર્ગનું કામ શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.#MorbiUpdate #Wankaner #Panchasiya #Ratidevli #RoadDevelopment #JitubhaiSomani #WankanerNews #MorbiNews #GujaratDevelopment