વિશ્વ હિન્દુ પરિષદે મહાપાલિકાની આ કરતૂત ઉઘાડી પાડી, ગૌવંશનું સન્માન જાળવવા અને કોન્ટ્રાક્ટર વિરુધ્ધ પગલાં લેવા માંગ : સાંજ સુધીમાં દફનવિધિ નહિ કરાય તો મૃતદેહોને મહાપાલિકા કચેરીએ લઈ જવાની ચીમકીમોરબી : મોરબીમાં ગૌવંશના મૃતદેહોને ખુલ્લામાં ઠાલવી મહાનગરપાલિકાની અત્યંત ગંભીર બેદરકારી સામે આવી છે. 8-A નેશનલ હાઈવે પર જાંબુડિયા પાસે પાવર હાઉસની પાછળના ભાગે મૃત ગૌવંશોને ખુલ્લામાં ફેંકી દેવામાં આવતા જીવદયા પ્રેમીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઉપરાંત સાંજ સુધીમાં આ મૃતદેહોની દફનવિધિ કરવામાં નહિ આવે તો મૃતદેહોને મહાપાલિકા કચેરીએ લઈ જવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. મહાપાલિકાના ટ્રેક્ટર મૃતદેહો ઠાલવતા ઝડપાયાવિશ્વ હિન્દુ પરિષદના કમલ દવેએ જણાવ્યું કે જાંબુડિયા પાસે મૃત અવસ્થામાં ગૌવંશને આડેધડ રીતે મહાનગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા ઠાલવતા આજે પકડવામાં આવ્યા છે. અગાઉ પણ ડમ્પિંગ સાઈટ પર ઘણા ગૌવંશને આ જ રીતે નાખી દેવામાં આવ્યા હતા, જે સડેલી અને હાડપિંજર હાલતમાં જોવા મળ્યા હતા. ખુલ્લામાં ગૌવંશના મૃતદેહો નાખવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે અને આ ગૌમાતાનું સીધું અપમાન છે.આ કામગીરીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવાની માંગવિશ્વ હિન્દુ પરિષદના કમલ દવેએ જણાવ્યું હતું કે, મોરબી મહાપાલિકા દ્વારા મૃત ગૌવંશની યોગ્ય દફનવિધિ કે સમાધિ કર્યા વિના તેમને આમ જ ખુલ્લામાં નાખી દેવામાં આવ્યા છે. કચરાના ઢગલા અને પથ્થરો વચ્ચે અનેક મૃત ગાયો રઝળતી હાલતમાં જોવા મળી રહી છે. VHP દ્વારા માંગ કરવામાં આવી છે કે આ કામગીરીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય અને હાલમાં જે મૃત ગૌવંશ ત્યાં પડ્યા છે તેમની તાત્કાલિક યોગ્ય સમાધિ કરાવવામાં આવે. નંદીઘરની કામગીરી સામે પણ સવાલોઆ વેળાએ હાજર આગેવાન સોલંકી વિકી દ્વારા પણ મહાપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી નંદી અને ગૌમાતાને પકડીને નંદીઘરમાં રાખવામાં આવે છે. જો ત્યાં તેમને યોગ્ય ઘાસચારો અને ખાવા-પીવાની વ્યવસ્થા ન આપી શકાતી હોય, તો તેમને શા માટે પકડવામાં આવે છે?. ત્યારબાદ ગૌવંશના મોત થયા પછી તેમને ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે. આ યુવાનોએ મહાપાલિકામાં 2 વખત રજૂઆત કરીને પૂરતી જગ્યા અને સાધનોની માંગણી કરી છે જેથી તેઓ પોતે આ સેવા કરી શકે, પરંતુ છેલ્લા 1 મહિનાથી મહાપાલિકા દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જો તંત્ર દ્વારા આ મામલે સત્વરે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #VHP #GauMata #Gauvansh #Jambudiya #GujaratNews #MorbiNagarPalika