લાઈસન્સ વગરના ચાલકો બાદ હવે અકસ્માત સર્જાતા લોકોમાં ભારે રોષ; એજન્સી સામે કડક કાર્યવાહીની માંગમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્શન અને જીવીપી (GVP) પોઇન્ટ પરથી કચરો ઉપાડવા માટે જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે, તે એજન્સીની ગંભીર બેદરકારીઓ એક પછી એક સામે આવી રહી છે. ગઈકાલે જ એક ટ્રેક્ટર ચાલક લાઈસન્સ વગર વાહન ચલાવતો ઝડપાયો હોવાની ઘટના તાજી છે, ત્યાં આજે વધુ એક શરમજનક બનાવ સામે આવ્યો છે. જેમાં ટ્રેક્ટર ચાલકે ગાય પર ટ્રેક્ટર ચડાવી દીધું હોવાની ઘટના સામે આવી છે.શક્તિ ચોકમાં ટ્રેક્ટરે ગાય પર વ્હીલ ચડાવી દીધુંમળતી માહિતી મુજબ, મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર આવેલા શક્તિ ચોક નજીક કચરા કલેક્શનના ટ્રેક્ટર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી ત્યાં બેઠેલી એક ગાય પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. આ અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેક્ટર પાછળ લેવડાવી ગાયને બચાવી હતી.એજન્સી સામે પગલાં લેવા લોકમાંગદિવસ-રાત બેફામ દોડતા એજન્સીના વાહનો અને અણઘડ ચાલકોને કારણે શહેરીજનોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. અવારનવાર બનતી આવી ઘટનાઓને લઈને મહાનગરપાલિકા તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા આ બેદરકાર એજન્સી સામે તાત્કાલિક કડકમાં કડક દંડાત્મક પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Accident #MorbiNagarpalika #GujaratNews