મોરબી - માળીયા હાઇવે ઉપર આઇમાતા હોટલ નજીક બેનલી ઘટનામોરબી : માળીયાથી મોરબી લગ્નની ખરીદી કરવા આવી રહેલા ભાવી વરરાજાનું બાઈક બંધ પડેલા ટ્રક સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. લગ્ન પૂર્વે જ યુવકનું મૃત્યુ નિપજતા માળીયાના નવાગામના મુસ્લિમ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.16ના રોજ માળીયા તાલુકાના નવાગામ ખાતે રહેતા સાહિલ રહેમાનભાઈ જેડા ઉ.20 પોતાના લગ્નની ખરીદી માટે પલ્સર બાઈક ઉપર મોરબી આવતા હતા ત્યારે માળીયા હાઇવે ઉપર આઇમાતા હોટલ પાસે બંધ પડેલા કન્ટેનર ટ્રક પાછળ અથડાતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના કાકા અલીમામદ રસુલભાઈ જેડાની ફરિયાદને આધારે ટ્રક પાછળ કોઈ સંકેતો ન મૂકી જોખમ સર્જનાર ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.