મોરબી : મોરબી બાર એસોસિએશનની નવનિયુક્ત ટીમે મોરબી જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેકટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પ્રસંગોચીત વિશદ ચર્ચા વિચારણા કરી હતી. મોરબી બાર એસોસિએશનની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી.જેમાં પ્રમુખ સહિતના હોદેદારો ચૂંટાઈ આવ્યા છે. ત્યારે મોરબી બાર એસોસિએશન નવનીયુક્ત પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ચીરાગભાઈ કારીયા, સેક્રેટરી જીતેનભાઈ અગેચણીયા, જો. સેક્રેટરી કાસમભાઈ, કારોબારી સભ્ય નીધીબેન વાધડીયા, ઉદયસિંહ જાડેજા, કલ્પેશભાઈ સંખેસરીયા સહીતની ટીમેં મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા તથા કલેક્ટર જે.બી પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..