બાળકોનું કુમકુમ તિલકથી સ્વાગત કરાયું : બાળકોએ હોર્સ રાઈડિંગ સહિતની પ્રવૃત્તિઓની મજા માણી મોરબી : મોરબીની ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલે આજે શૈક્ષણિક સત્રના પ્રથમ દિનને યાદગાર બનાવ્યો હતો. આજે શાળાએ પધારેલા બાળકોનું કુમકુમ તિલકથી સ્વાગત કરાયું હતું. આ સાથે બાળકોએ હોર્સ રાઈડિંગ સહિતની પ્રવૃત્તિની મજા પણ માણી હતી. મોરબી- રાજકોટ હાઇવે પર આવેલ ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીએસઇ બોર્ડ સેક્શનની વિધિવત શરૂઆત આજથી કરવામાં આવી છે. શાળા દ્વારા પ્રથમ બે દિવસોને સ્કૂલ ઇન્ડક્શન પ્રોગ્રામ તરીકે જાહેર કરવામા આવ્યા છે. જેમાં બાળકોને શાળાની શિક્ષણ વ્યવસ્થા, માળખાગત સુવિધાઓ સહિતની માહિતી આપવામાં આવનાર છે. આજે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે બાળકોને આર્ચરી, સાયન્સ પ્રોજેકટ, લેંગ્વેજ ગેમ્સ, ઇન્ડોર ગેમ્સ અને હોર્સ રાઈડિંગ વગેરે પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. જેમાં બાળકોએ ઉત્સાહભેર આનંદ માણ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news