લાયન્સ કલબ નઝરબાગની પ્રેરણાદાયી પહેલમાં ત્રણ બહેનોએ ઘરેણાં સમાન વાળનું દાન કર્યું, બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા મોરબી : આજે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સાથે હેર ડોનેશન પ્રોજેક્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન સ્વામી નારાયણ સંસ્કાર ધામના સ્વામી તેમજ ક્લબ પ્રેસિડેન્ટ ડૉ પ્રેયસ પંડ્યા તેમજ તુષાર દફતરી અને અન્ય ક્લબ મેમ્બરના હાથે કરવામાં આવ્યું હતું. આ તકે ત્રણ બહેનોએ સુંદરતાના ઘરેણાં સમાન વાળનું દાન કર્યું હતું. લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા થોડા સમય પહેલા મોરબીમાં પ્રથમ હેર ડોનેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ જેમાં પ્રથમ તબક્કામાં 3 બેહનોએ પોતાના વાળાનું દાન કર્યું હતું. જયારે આજના પ્રોજેક્ટમાં મોરબી શહેર માંથી વધુ 3 બહેનો જોડાયા હતા.આ પ્રોજેક્ટ કેન્સર પીડિત દર્દીઓ માટે ખાસ શરૂ કરાયો છે.આ પ્રેરણાદાયી પહેલ સમાન સારા કાર્યમા મોરબીના અન્ય બહેનો પણ જોડાય તેવી લાયન્સ ક્લબ દ્વારા અપીલ કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબ મેમ્બર્સએ જહેમત ઉઠાવી હતી. તેમ સેક્રેટરી દિનેશ વિડજાની યાદીમાં જણાવાયુ છે.