મોરબી : મોરબી ગ્રેટ ઓફ ગુજરાત ટીમે પ્રજ્ઞાચક્ષુઓને રાત્રી ભોજન કરાવીને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.તેમજ આ ટ્રસ્ટની મુલાકાત પણ લીધી હતી. મોરબી ગ્રેટ ઓફ ગુજરાત ટીમના જયેશભાઈ ડાભી તથા ટીમના સભ્યો તેજસભાઈ ડાભી,ભાવેશભાઈ રાજુભાઈ ગમારા,છગનભાઈ વિનોદ બાંભવા,મુકેશભાઈ વિપુલભાઈ રબારી તથા ટીમ દ્વારા મોરબી જીલ્લાના લક્ષ્મીનગર ગામે સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવન ખાતે અંધલોકોને રાત્રી ભોજન કરાવીને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.આ સાથો સાથ આ ટ્રસ્ટની મુલાકાત લઈને જાણકારી મેળવી ઉત્સાહ સાથે ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયો હતો.