માઇનોર કેનાલમાં સાઈફનમાં કચરો ફસાઈ જતા પાણી ઓવરફ્લો થયું : ગામના બે ખેતરોમાં પાણી ઘુસી જતા ઘઉં અને જીરુંના પાકને મોટું નુકસાન મોરબી : મોરબીના ચકમપર (જી) ગામે નીકળતી નર્મદાની માઇનોર કેનાલમાં સાઈફનમાં કચરો ફસાતા કેનાલના પાણી ઓવરફ્લો થઈને ગામના ખેતરમાં ફળી વળ્યાં હતા.નર્મદા કેનાલના પાણી 12 વિધાના બે ખેતરને ધમરોળી નાખતા ખેતરમાં ઉભા ઘઉં અને જીરુંના પાકને મોટું નુકસાન થયું હતું. ચોમાસામાં અતિવૃષ્ટિથી ખરીફ પાક અને હવે કેનાલના પાણીથી રવિ પાકને નુકશાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયા છે. મોરબી તાલુકાના ચકમપર (જી) ગામેથી નર્મદાની માઇનોર કેનાલ નીકળે છે. આ નર્મદાની માઇનોર કેનાલમાં સાઈફનમાં કચરો ફસાતા કેનાલના પાણી ઓવરફ્લો થયા હતા અને કેનાલના પાણી ચકમપર ગામના ખેતરોમાં ઘુસી ગયા હતા. ગામના બાર વિધાના ખેતરમાં ફરી વળ્યાં હતા અને ખેતરોમાં પાણીથી રવિ પાકનું ધોવાણ થયું હતું.જેમાં 8 વિધા જમીનમાં વાવેલા ઘઉં અને 4 વિધા જમીનમાં વાવેલું જીરુંના પાકને નુકશાન થયું હતું. આ ઘઉં ખેડૂત દેવજીભાઈ નારણભાઈ ભડાણીયા અને મનજીભાઈ મલુભાઈ કલરીયા નામના બને ખેડૂતોના ઘઉં અને જીરુંના પાકને નુકશાન થયું હતું.જોકે અતિવૃષ્ટિથી ખેડૂતો ભારે તારાજ થયા હતા. તેમાંથી બેઠા થવા માટે મહામહેનતે ખેડૂતોએ રવીપાકનું વાવેતર કર્યું હતું. ત્યારે આજે કેનાલ પાણીએ રવીપાક પર પાણી ફેરવી દેતા ખેડૂતો આફ્તમાં મુકાય ગયા છે.