મોરબી : આદર્શ માનવ જીવનના ઘડતર પાછળ માતા, પિતા અને ગુરૂનું અમૂલ્ય યોગદાન હોય છે. વર્ષ 2019 રાજ્ય કક્ષા શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક પારિતોષિક પ્રાપ્ત થવા બદલ અને પોતાના સફળ શિક્ષકત્વને સફળ બનાવવા પાછળ માતા પિતા, ગુરુજનો, વડીલો, મિત્રો અને સ્નેહીજનોની પ્રેરણા અને શુભેચ્છા બદલ હર્ષદકુમાર ટી.મારવણીયા દ્વારા શિવ હોલ,શનાળા રોડ, મોરબી ખાતે તમામ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા કૃતજ્ઞતા સમારોહનું આયોજન થયું હતું. આ સમારોહમાં મોરબી જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ એમ.સોલંકી, મોરબીના શિક્ષણ અગ્રણી અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પી.ડી.કાંજીયા, શ્રેયાન અધિક્ષક પરેશભાઈ એમ.દલસાણીયા, સંકલ્પ ઈન્ટરનેશનલ સ્કુલ અમદાવાદના મેનેજીંગ ડાયરેક્ટર અને ટ્રસ્ટી બીપીનભાઈ પી.આદ્રોજા, ગુ.રા.પ્રા.શિ. સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ બી.સાણજા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મહામંત્રી દિનેશભાઈ હુંબલ, જિલ્લા સંઘના પૂર્વ પ્રમુખ મણીભાઈ વી.સરડવા, ડો.સુભાષ, વ્યાયામ મહાવિદ્યાલય જૂનાગઢના પ્રોફેસર પી.જે.કાઠિયા, મોરબી નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ દેસાઈ, સામાજિક અગ્રણી એ.કે.પટેલ, સ્વરાંગન સ્ટુડિયોના હંસરાજભાઈ ગામી, મોરબી ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપ બી.આદ્રોજા, મહામંત્રીશ્રી અશ્વિન દલસાણીયા, સમગ્ર જિલ્લાની શિક્ષણ અને સંગઠનની પાંખ તેમજ હર્ષદકુમારના સાથી તમામ પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો, કોલેજ કાળના પ્રાધ્યાપકો, સહાધ્યાયીઓ, પરિવારના વડીલો અને પરિવારજનો, મિત્રો અને સગા સ્નેહીજનો ઉપસ્થિત રહ્યાં હતા. હર્ષદકુમાર દ્વારા તેમના પિતા તરશીભાઈ મારવણીયા અને માતા મુકતાબેનનું વંદના સહ સન્માન થયું હતું. તેઓના સસરા ધી.વી.સી.ટેક. હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ જી.એમ.ફુલતરીયાનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક, માધ્યમિક અને કોલેજકાળના સહુ સારસ્વતો, પરિવારના વડીલો અને મિત્રોનું વંદનાસહ સન્માન કરી તમામ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ તકે સ્વજનો અને સ્નેહીજનો દ્વારા હર્ષદકુમારનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. નવયુગ સંકુલના બાળ ગાયકો ચંદુ રાઠોડ, અવની ગોસ્વામી અને તેમના વાદ્યવૃંદ દ્વારા સંગીતમય શૈલી સાથે ગુરૂવંદના, દેશભક્તિ ગીતો અને ગઝલોથી સૌને ભાવવિભોર થયા હતા. હર્ષદકુમાર દ્વારા પ્રતિભાવ અને આભાર દર્શન અંતર્ગત સૌના આભાર સહ ઋણસ્વીકાર કરવામાં આવ્યો હતો. આ કૃતજ્ઞતા સમારોહનું સફળ સંચાલન શિક્ષક શૈલેષ એ. ઝાલરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સમૂહ ભોજન સાથે આ કૃતજ્ઞતા સમારોહ પૂર્ણ થયો હતો.