મોરબી : મોરબીમાં સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે 300 બેડની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે. જે માટે કોવિડ કેર સેન્ટરને ઉમિયા પરિવાર કમિટીના સભ્ય એ. કે. પટેલ તથા સ્પ્લેનોરા ટેક્સચર્સના મેનેજિંગ ડાયરેક્ટર નીરવ જયંતીલાલ કાસુન્દ્રા દ્વારા અન્ય સહયોગીઓએ સાથે મળી 50 પીપીઇ કીટ અને 300 બેડશીટનું અનુદાન આપવામાં આવ્યું છે. તેમજ તેઓએ કોવિડ કેર સેન્ટરને ભવિષ્યમાં કંઈપણ વસ્તુઓ કે ધનની જરૂરિયાત ઉભી થાય તો તે આપવા માટેની તૈયારી દાખવી છે, તેમ નીરવ કાસુન્દ્રા દ્વારા યાદીમાં જણાવાયું છે.