મોરબી : નાની વાવડી ગામના એટ્રોસિટીના અને મારામારીના ગુનાના આરોપી દિલીપભાઈ રામજીભાઇ પડસુંબીયાનો એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન ઉપર છુટકારો થયો છે. પ્રાપ્ત વિગત અનુસાર મોરબી તાલુકા પોલીસ મથકમાં વાવડી ગામના વતની દિલીપભાઈ રામજીભાઈ પડસુંબિયાની એટ્રોસિટી અને મારામારીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપી તરફે રોકાયેલ ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયાએ દલિલ કરી હતી કે આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. બન્ને પક્ષની દલીલો ધ્યાને લઇ આરોપીને રૂ. 15000ના શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી તરફે ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા, જીતેન અગેચણીયા, સુનિલ એસ. માલકીયા, મોનિકાબેન ગોલતર રોકાયેલ હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..