રિમાન્ડ દરમ્યાન ગાંજાના સમગ્ર નેટવર્ક વિશે સઘન પૂછપરછ હાથ ધરાશે મોરબી : મોરબી એસઓજી પોલીસે બે દિવસ પહેલા બાતમીના આધારે સામાકાંઠે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડીને 5 કિલો અને 719 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ આરોપીની વિધિવત ધરપકડ કરીને તાલુકા પોલીસે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો.કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને રિમાન્ડ દરમ્યાન ગાંજાના સમગ્ર નેટવર્ક વિશે સઘન પૂછપરછ હાથ ધરાશે મોરબી એસઓજીની ટીમે બે દિવસ પહેલા ગેંડાસર્કલ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નંબર ૨૧૪માં નશીલા પદાર્થનો જથ્થો હોવાની બાતમીના આધારે આ રહેણાંક મકાનમાં દોરડો પાડીને આ મકાનમાં ભાડેથી રહેતા મૂળ ધ્રાંગધ્રાના વતની આશારામ વાલજીભાઇ હડીયલ (ઉવ. ૨૮) ને કેફી માદક પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજોનો જથ્થો 5 કિલો અને 719 ગ્રામ કિ.રૂ.57190 નો જથ્થો સહિત કુલ રૂ.63,190 ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની.પૂછપરછમાં કેટલીક ચોકવાનારી વિગતો સામે આવી હતી.જેમાં બે વર્ષ પહેલે જુગાર સહિતની પ્રવૃત્તિમાં દેવું થઈ જતા દેવું ચૂકતે કરવા ધ્રાંગધ્રાથી મોરબી આવીને નશીલા પદાર્થના ધંધાના રવાડે ચડી ગયો હતો અને સુરતથી ગાંજો લાવીને મોરબીમાં છૂટકથી વેચતો હોવાનું ખુલ્યા બાદ આ આરોપીની.પોલીસે વિધિવત ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.