મોરબી : તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દર્શી નિલેશભાઈ પટેલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે.મોરબીમાં કાર્યરત સંસ્કાર બ્લડ સેન્ટરના સંચાલક રમેશભાઈ માકાસણાની પૌત્રી દર્શી પટેલે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 97.67 ટકા અને 99.95 PR મેળવ્યા છે. આ શાનદાર પરિણામ સાથે તેણે નવયુગ વિદ્યાલયમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી જ્વલંત સફળતા મેળવી છે.તેની આ ઝળહળતી સિદ્ધિ બદલ માકાસણા અને પટેલ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર્શી ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી નવા સોપાનો સર કરતી રહે તેવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે પરિવારજનો, શિક્ષકો અને સ્નેહીજનો દ્વારા તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Class10 #GSEBResult #Education #NavyugVidyalaya #ProudMoment #MorbiStudents