મોરબી : શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી પૂજન થઈ આવેલા પૂજિત અક્ષત ચોખા કળશનું મોરબીના કેનાલ રોડ પર આવેલા ગ્રીન સિટી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સિલ્વર હાઈટ્સ, શિવાલિક હાઈટ્સ, નીલકંઠ હાઈટ્સ વગેરે ફ્લેટનાં રામ ભક્તો દ્વારા કળશનું ઢોલ-ત્રાસા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સિલ્વર હાઈટ્સમાં કળશ દર્શન તેમજ પૂજન માટે રાખવામાં આવ્યો હતો. કળશમાં આવેલા અક્ષત (ચોખા) તારીખ 1 જાન્યુઆરી 2024 થી 15 જાન્યુઆરી 2024 સુધીમાં મોરબીનાં ઘરે ઘરે સ્વયંસેવકો દ્વારા પહોંચાડવા આવશે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન મોરબીની દરેક સોસાયટીનાં મંદિર અને ગરબી ચોકમાં મહા આરતીના કાર્યક્રમમાં પણ તમામ લોકો સહભાગી થશે.