મોરબી : આજથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે ગઈકાલે તારીખ 26 ઓગસ્ટના રોજ મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપ ખાતે ઉમા ટાઉનશિપ કા રાજા ગણપતિજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણપતિજીની મૂર્તિનું આગમન થતાં જ આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. લોકોએ ભાવભેર ગણપતિજીના વધામણા કર્યા હતા. લોકોએ ગરબે રમીને ગણપતિજીને આવકાર્યા હતા. આજથી ઉમા ટાઉનશિપ કા રાજા ગણપતિ મહોત્સવનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થશે.