શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે દરરોજ બપોરે 2થી સાંજે 6 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશેમોરબી: પતિત પાવન ભૂમિ મોરબી ખાતે સમસ્ત જ્ઞાતિઓના પિતૃઓના મોક્ષાર્થે એક દિવ્ય અને ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મોક્ષ ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે.કથા પ્રારંભ તારીખ 24/12/2025 ને બુધવારના રોજઋષભનગર ચબૂતરા પાસે (ગરબી ચોક માં), સામા કાંઠે, મોરબી - 2 થશે. તેમજ કથા વિરામ તારીખ 31/12/2025 ને બુધવારના રોજ થશે. કથાના વક્તા મોરબીના રસ સિદ્ધ અને સુપ્રસિદ્ધ પ્રખર વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે વ્યાસ આસનેથી પોતાની મધુર અને સંગીતમય શૈલીમાં ભગવાન શ્રીકૃષ્ણચંદ્રના ચરિત્રો, ગુણો અને મહિમાઓનું દરરોજ બપોરે 02:00 થી 06:00 વાગ્યા સુધી રસપાન કરાવશે.કથા દરમિયાન પોથી યાત્રા, ભાગવતજી માહાત્મ્ય, કપિલ પ્રાગટ્ય, નૃસિંહ જન્મ, વામન જન્મ, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ જેવા ધાર્મિક પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.આ જાજરમાન આયોજન ઋષભનગર, મહાવીર નગર, નીલકંઠ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, ધર્મ સિદ્ધિ સોસાયટીના તમામ મહિલા મંડળ તેમજ આસપાસના વિસ્તારના તમામ ભાવિક ભક્તગણ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં સૌ ધર્મપ્રેમી જનતાને આ કથાગંગામાં પધારવા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ જે યજમાનો પોતાના પિતૃઓના ફોટા રાખી તેમનું પૂજન કરવા અને કથામાં આવતા ઉત્સવોના પ્રસંગોમાં લાભ લેવા ઈચ્છતા હોય, તેઓએ શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે (8000911444) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.