ગાંધીચોક મિત્ર મંડળ દ્વારા 2 થી 6 ઓક્ટોબર દરમિયાન પદયાત્રીઓ માટે મેડિકલ, ભોજન અને આરામની વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈમોરબી અપડેટ : નવરાત્રી પર્વને અનુલક્ષીને કચ્છના માતાના મઢ ખાતે બિરાજમાન આશાપુરા માતાજીના દર્શનાર્થે પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે સામખીયાળી ખાતે ગાંધીચોક મિત્ર મંડળ દ્વારા આગામી તારીખ 2-10-2026 થી 6-10-2026 દરમિયાન એક વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સામખીયાળીમાં કટારીયા હનુમાનજી મંદિરની બાજુમાં આ સેવા કેમ્પ યોજાશે. આ કેમ્પમાં પગપાળા જતા માઇભક્તો માટે પ્રાથમિક મેડિકલ સેવા, ભોજન પ્રસાદ, આરામ કરવાની સુવિધા તેમજ સુવા અને બેસવાની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ સેવાકાર્યમાં યમુના કેટરર્સના કમલેશભાઈ (મો. 9726621004) દ્વારા શુભેચ્છક તરીકે વિશેષ સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.ગાંધીચોક મિત્ર મંડળના આયોજકો નિલેશભાઈ રાણસરીયા (મો. 9825411429) અને શૈલેષભાઈ બાવરવા (મો. 9879334618) દ્વારા આશાપુરા માતાજીના દર્શને જતા તમામ પદયાત્રીઓને આ સેવા કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.#Samakhiyali #AshapuraMataji #MataNoMadh #Padyatri #SevaCamp #MorbiUpdates #Kutch #Navratri #SocialService