24 સપ્ટેમ્બરના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં પિયુષ મિસ્ત્રી અને મુનાભાઈ નિમાવત જમાવટ કરશે, વરસાદમાં પણ કાર્યક્રમ યથાવત રહેશેમોરબી અપડેટ: મોરબીના મુનનગર મેઇન રોડ પર ન્યુ ચંદ્રેશની બાજુના ગ્રાઉન્ડમાં રિદ્ધિ સિદ્ધિ કા રાજા ગણેશ ઉત્સવ મંડપ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રિદ્ધિ સિદ્ધિ કા રાજા યુવા ગ્રુપ દ્વારા સમગ્ર ધર્મપ્રેમી જનતાને આ સંતવાણીમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આવતીકાલ તારીખ 24-09-2026, ગુરુવારના રોજ રાત્રે 9-30 કલાકે આ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. મારુતિ સાઉન્ડના સથવારે યોજાનાર આ કાર્યક્રમમાં સંતવાણી આરાધક પિયુષ મિસ્ત્રી અને લોક સાહિત્યકાર મુનાભાઈ નિમાવત પોતાની કલા પીરસશે. જ્યારે સાજીંદા ગ્રુપ તરીકે કશ્યપ અગ્રાવત સાથ આપશે. આયોજકો દ્વારા ખાસ નોંધ મુકવામાં આવી છે કે જો વરસાદ હશે તો પણ સંતવાણી કાર્યક્રમ ચાલુ જ રહેશે.#Morbi #MorbiUpdate #GaneshUtsav #Santvani #MorbiNews #Gujarat