પથ સંચલનમાં દુર્ગાવાહિનીના અખિલ ભારતીય સહ સંયોજિકા પિંકીબેન પવાર માર્ગદર્શન આપશે: ધર્મપ્રેમી જનતાને આમંત્રણમોરબી અપડેટ : વિશ્વ હિન્દુ પરિષદ – દુર્ગાવાહિની, સુરેન્દ્રનગર વિભાગ દ્વારા મોરબી જિલ્લા ખાતે આગામી તારીખ 02/09/2026, શુક્રવારના રોજ એક ભવ્ય પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પથ સંચલનના માધ્યમથી સમાજમાં એકતા, સંસ્કાર અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવશે.આ પથ સંચલનનો પ્રારંભ બપોરે 4:00 કલાકે બાપા સીતારામ ચોકથી થશે. આ પથ સંચલનનો રૂટ બાપા સીતારામ ચોકથી પ્રસ્થાન કરીને એવન્યુ પાર્ક, સીતા ચોક, રામ ચોક, નવા બસ સ્ટેન્ડ થઈને પરત સાંજે 7:00 કલાકે બાપા સીતારામ ચોક ખાતે પૂર્ણ થશે.પથ સંચલન પૂર્ણ થયા બાદ બાપા સીતારામ ચોક ખાતે મુખ્ય અતિથિ અને વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહેલા વિહિપ - દુર્ગાવાહિનીના અખિલ ભારતીય સહ સંયોજિકા પિંકીબેન પવારના વક્તવ્ય દ્વારા ઉપસ્થિત લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ – દુર્ગાવાહિની દ્વારા મોરબીની સમગ્ર હિન્દુ ધર્મપ્રેમી જનતાને આ પથ સંચલનને નિહાળવા તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહ વધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #VHP #DurgaVahini #PathSanchalan #HinduSangathan #MorbiUpdates