મોરબી : આગામી તારીખ 7 સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ મોરબીના લાલપર ગામે લાલપર ગામ સમસ્ત અને યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 7 સપ્ટેમ્બર ને ગુરૂવારના રોજ લાલપર ગામે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 7-30 કલાકે રામજી મંદિરેથી શોભાયાત્રા નીકળશે અને બપોરે 12 કલાકે રામજી મંદિર ખાતે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંકેત અદ્રોજા અને આરુષ અદ્રોજા કાનુડો બનશે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વેને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.