મોરબી : શહેરના લખધીરવાસ ચોકમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન પ્રદ્યુમનસિહ ખુમાનસિંહ ઝાલા(પદુભા) દ્વારા કરવામાં આવ્યું છે. કથાનો પ્રારંભ 24 એપ્રિલને રવિવારથી થશે. 30 એપ્રિલને શનિવાર સુધી દરરોજ સાંજે 3 થી 7 કલાક દરમિયાન પૂજ્ય શ્રદ્ધેય નિખિલભાઇ જોશી વ્યાસપીઠ પર બિરાજમાન થઇ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા લખધીરવાસ ચોક, વાંકાનેર દરવાજા પાસે, મોરબી ખાતે યોજાશે. આ કથાનો સર્વે ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે વિમલભાઈ દવે મો.નં.98792 76569 પર સંપર્ક કરવા જણાવાયું છે.