માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ 6 મહિનામાં 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરી 3 વર્ષ સુધી તેનો નિભાવ કરશેમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણની જાળવણી અર્થે ભડિયાદ પાસે જૂના રફાળેશ્વર રોડ પર પ્લેટિના સિરામિક નજીક અને લાલપર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ગેટ નંબર 1 પાસે વિશાળ ઓક્સિજન પાર્ક બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 6.5 હેક્ટર જમીનમાં અંદાજે 2.5 લાખ જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત મંત્રી કાંતિલાલ અમૃતિયા, મેયર ઉત્તમ સોરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનો અને કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતુ.આ ઓક્સિજન પાર્કના નિર્માણ અને વૃક્ષારોપણની સમગ્ર કામગીરી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમને સોંપવામાં આવી છે. આ પ્રોજેક્ટના આયોજન અનુસાર આગામી 6 મહિનાના સમયગાળામાં 6.5 હેક્ટર જમીનમાં તમામ 2.5 લાખ રોપાઓનું વાવેતર પૂર્ણ કરી લેવામાં આવશેમ ઓક્સિજન પાર્કમાં વાવવામાં આવનારા વૃક્ષો યોગ્ય રીતે ઉછરીને મોટા થાય તે માટે આગામી 3 વર્ષ સુધી તેના મેઇન્ટેનન્સ અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી પણ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંભાળવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આટલા મોટા પાયે ગ્રીન કવર ઊભું થવાથી પ્રદૂષણ નિયંત્રણમાં મદદ મળશે અને શહેરીજનો માટે શુદ્ધ હવા આપતું ઉત્તમ નજરાણું તૈયાર થશે.#Morbi #MorbiUpdate #OxygenPark #GreenMorbi #MorbiMahanagarpalika #TreePlantation #Environment