11 થી 19 ઓક્ટોબર સુધી રવાપર-લીલાપર કેનાલ રોડ પર આવેલા સમરસ ભવન ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ ગરબે ઘૂમશેમોરબી અપડેટ : મોરબીમાં 'સેવા, શિક્ષણ અને સંગઠન' ના ઉમદા ઉદ્દેશ્ય સાથે કાર્યરત સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા પોતાની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવાના હેતુથી 'રબારી ગરબા મહોત્સવ - 2026' નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ ગરબા મહોત્સવ આગામી તારીખ 11 ઓક્ટોબર 2026 થી 19 ઓક્ટોબર 2026 દરમિયાન મોરબીના રવાપર - લીલાપર કેનાલ રોડ પર આવેલા સમરસ ભવન ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ નવરાત્રિ મહોત્સવ ખાસ કરીને માત્ર રબારી સમાજના ભાઈઓ અને બહેનો માટે જ આયોજિત કરવામાં આવ્યો છે. જ્યાં સમાજના ખેલૈયાઓ પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરાના રંગે રંગાઈને મનમૂકીને ગરબે ઘૂમી શકશે.આ આયોજન અંગે વધુ માહિતી મેળવવા અથવા સંપર્ક કરવા માટે ટ્રસ્ટ દ્વારા મોબાઈલ નંબર 9512064000 અને 9512065000 સંપર્ક કરવા જણાવાયું છે. આ ગરબા મહોત્સવમાં રબારી સમાજના લોકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RabariSamaj #GarbaMahotsav #Navratri2026 #RabariGarba #MorbiNavratri