મોરબી જીલ્લામાં સૌથી વધુ 451 નાની બાળાઓને લાણી વિતરણ કરવામાં આવે છે.મોરબી : મોરબીમાં નવ દિવસ સુધી માં જગદંબાની આરાધના કરવા માટે ઉમા ટાઉનશીપ મેઈન ગેટ સામે સાંઈ બાગમાં તા. 15 થી 23 સુધી શ્રી માં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 24 વર્ષથી વિનામુલ્યે નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા શ્રી માં નવરાત્રી મહોત્સવનું ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિયોગીતામાં ભાગ લેનાર ખેલૈયાઓને પ્રિન્સેસ, પ્રિન્સ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઈલ, વેશભૂષા જેવાં દરરોજ 25 જેટલાં ઈનામો વિતરણ કરવામાં આવશે. તેમજ મહિલાઓ માટે ગરબા રમવા માટે અલગથી ગ્રાઉન્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શ્રી માં નવરાત્રી મહોત્સવ દ્વારા મોરબી જીલ્લામાં સૌથી વધુ 451 નાની બાળાઓને લાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ ભવ્ય આયોજનમાં મોરબીની જનતાને ઉપસ્થિત રહેવા તેમજ નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કરવા શ્રી માં નવરાત્રી મહોત્સવના પ્રમુખ જયરાજસિંહ એન. જાડેજાએ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.