મોરબી : મોરબીના ઘુનડા (સ.)ગામ અપના ગૃપ તથા સમસ્ત ઘુનડા (સ.)ગામ દ્વારા તારીખ 16-8-2025ને શનિવારના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8 કલાકે રામજી મંદિરથી ભક્તિભર્યા ગીતો સાથે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થશે. આ રથયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થશે ત્યારબાદ બપોરે 11 કલાકે રામજી મંદિર ખાતે હર્ષોલ્લાસપૂર્વક મટુકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ભક્તિ, આનંદ અને એકતાના ઉત્સવમાં તમામ ગ્રામ જનોને જોડાવવા જાહેર અનુરોધ કરાયો છે.