સમર્પણ હોસ્પિટલથી પ્રસ્થાન થઈ સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે સભા યોજાશે: ડો. મનીષ વિડજાના નેતૃત્વમાં 34 જિલ્લાઓમાં ફરશે આ યાત્રામોરબી અપડેટ : 'હું પણ રક્તદાતા, હર ઘર રક્તદાતા' ના સંકલ્પ સાથે રક્તદાન અને માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે મોરબીમાં આગામી 2 ઓક્ટોબર ને શુક્રવારના રોજ 'રક્ત સેવક બાઈક રેલી' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.2 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યે મહેન્દ્રનગર સ્થિત સમર્પણ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલથી આ બાઈક રેલીનું પ્રસ્થાન થશે. આ રેલી મોરબી શહેરમાંથી પસાર થઈને શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડની બાજુમાં, જીઆઇડીસી ખાતે આવેલા સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર પહોંચશે. રેલી પૂર્ણ થયા બાદ સાંજે 7 થી 8 વાગ્યા સુધી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે યુવાનોમાં રક્તદાન અંગેની એક વિશેષ જાગૃતિ સભા પણ યોજાશે.રક્તસેવક ડો. મનીષ વિડજાના નેતૃત્વમાં નીકળેલી 'રક્તસેવક બાઈક રાઈડ - ગુજરાત 2026' યાત્રાનો પ્રારંભ 1 ઓક્ટોબર ને ગુરુવારના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદના સાબરમતી આશ્રમથી કરવામાં આવ્યો છે. આ યાત્રા સમગ્ર ગુજરાતના 34 જિલ્લાઓમાં ફરીને જનજાગૃતિ ફેલાવશે અને 31 ઓક્ટોબર 2026 ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તેનું સમાપન થશે. આ મહાઅભિયાનનો મુખ્ય હેતુ 100% સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવા, થેલેસેમિયા અને સિકલ સેલ સ્ક્રીનિંગ અંગે જાગૃતિ લાવવા, ટ્રાફિક શિસ્ત અને માર્ગ સુરક્ષાના પાલન તેમજ eRaktKosh એપના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે.આ સામાજિક કાર્યમાં મોરબીના સામાજિક આગેવાનો, યુવાનો, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો, NGO, સમાજ સંગઠનો અને તમામ નાગરિકોને બહોળી સંખ્યામાં રેલી અને રક્ત જાગૃતિ સભામાં જોડાવા માટે આયોજકો દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે.#Morbi #MorbiNews #BloodDonation #RaktSevak #BikeRally #MorbiUpdates #DonateBlood #Gujarat #TrafficSafety