13 અને 14 માર્ચ 2026 (શુક્રવાર અને શનિવાર) ના રોજ મોરબી-2 માં આવેલ વરિયા મંદિર, સો-ઓરડી ખાતે યોજાશે એક્ઝિબિશનમોરબી : મોરબીવાસીઓ માટે શાનદાર ખરીદી કરવાની ઉત્તમ તક આવી ગઈ છે. કાલે તા. 13 અને 14 માર્ચ 2026 (શુક્રવાર અને શનિવાર) ના રોજ મોરબી-2 માં આવેલ વરિયા મંદિર, સો-ઓરડી ખાતે 'પ્રજાપતિ એક્ઝિબિશન' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં તમામ મુલાકાતીઓ માટે 'ફ્રી એન્ટ્રી' રાખવામાં આવી છે.આ બે દિવસીય એક્ઝિબિશનમાં ગ્રાહકો માટે અવનવી વેરાયટીના અનેક સ્ટોલ ઊભા કરવામાં આવશે. જેમાં લોકોને એક જ સ્થળેથી ચિલ્ડ્રન વેર, લેડીઝ વેર, વેસ્ટર્ન વેર, સ્ટેશનરી, ઇમિટેશન જ્વેલરી, ડ્રેસ મટીરીયલ, સાડી, કોરસેટ, ફુટવેર, પર્સ અને પરફ્યુમ જેવી અનેક આકર્ષક વસ્તુઓ મળી રહેશે. ખરીદીની સાથે મુલાકાતીઓના ચટાકેદાર સ્વાદ માટે સ્વાદિષ્ટ વાનગીઓના 'ફૂડ સ્ટોલ' ની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.એક્ઝિબિશનમાં મુલાકાતીઓ માટે એક ખાસ આકર્ષણ પણ રાખવામાં આવ્યું છે. એક્ઝિબિશનના બે દિવસ દરમિયાન 10 લકી કસ્ટમરને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે. આ ગિફ્ટ મેળવવા અને લકી ડ્રોમાં ભાગ લેવા માટે કસ્ટમરે એક્ઝિબિશનમાં પોતાનું નામ અને મોબાઈલ નંબર લખાવવા ખાસ જરૂરી છે.મોરબીની જનતાને પરિવાર સાથે આ પ્રજાપતિ એક્ઝિબિશનની મુલાકાત લઈ ખરીદીનો આનંદ માણવા આમંત્રણ આપવામાં આવ્યું છે.(મો.9909382382, મો.8264688125)#Morbi #MorbiUpdate #MorbiNews #PrajapatiExhibition #ExhibitionInMorbi #ShoppingFestival #MorbiShopping #FreeEntry #LuckyDraw #MorbiCity