8 અને 9 એપ્રિલના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે: 9 એપ્રિલે સાંજે મહાપ્રસાદનું આયોજનમોરબી : મોરબીમાં નાકાવાળી મેલડી મિત્ર મંડળ દ્વારા નાકાવાળી મેલડી માતાજીના નવરંગા માંડવા અને નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ આગામી તારીખ 8-04-2026 અને 9-04-2026 ના રોજ ભક્તિભાવપૂર્વક યોજાશે.કાર્યક્રમની રૂપરેખા મુજબ તારીખ 8-04-2026 ને બુધવારે સવારે શુભ ચોઘડીયે નવચંડી યજ્ઞ યોજાશે. ત્યારબાદ તારીખ 9-04-2026 ને ગુરુવારે સવારે થાંભલી રોપણ કરવામાં આવશે. એ જ દિવસે સવારે 10-30 કલાકે ભુવાના સામૈયાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતિમ ચરણમાં તારીખ 10-04-2026 ને શુક્રવારે સવારે શુભ ચોઘડીયે થાંભલી વધામણા કરવામાં આવશે.આ રૂડા અવસરે તારીખ 9-04-2026 ને ગુરુવારે સાંજે 6-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદનું સ્થળ માધાપર સતવારા જ્ઞાતિની વાડી, રામજી મંદિર પાછળ, મોરબી રાખવામાં આવેલ છે.આ પ્રસંગે કલમના ભુવા દેવરામભાઈ અને રાવળ દેવ કાનજીભાઈ ઉપસ્થિત રહેશે. ડાક કલાકાર તરીકે જે.કે. ટીંબા એન્ડ ગ્રુપ પોતાની કલા પીરસશે. નાકાવાળી મેલડી માતાજીના ભુવા રાહુલભાઈ હડીયલ, નિલેષભાઈ ખીટ, ગોપાલભાઈ ખીટ અને મયુરભાઈ નાગર સહિત પંચના ભુવાઓ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવશે. પંચના ભુવાઓમાં ગજુભા, સુરાભાઈ ભરવાડ, ભુપતભાઈ દેવાભાઈ માનસુરીયા, ચનુભા, સિધ્ધરાજસિંહ જાડેજા, દુદાભાઈ ભલાભાઈ સુસરા, બાબુભાઈ, લખનભાઈ, પોપટભાઈ ડાભી, કરણભાઈ, શ્યામભાઈ, રમેશભાઈ ચુડાસમા, મયુરભાઈ, વિપુલભાઈ, ભાવેશભાઈ અને કમાભાઈ ગમારા ખાસ હાજરી આપશે.જે ભાવિકો રૂબરૂ દર્શનનો લાભ ન લઈ શકે તેમના માટે KT STUDIO યુ-ટ્યુબ ચેનલ પર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા આયોજક આયદનભાઈ ગરચર, સિધ્ધારાજસિંહ જાડેજા, કિશનભાઈ ખીટ, કરનસિંહ જાડેજા, મનીષભાઈ ખાણઘર અને નાકાવાળી મેલડી મિત્ર મંડળ જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજકો દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને આ પાવન અવસરે સહકુટુંબ પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #NavrangoMandvo #NavchandiYagna #MeldiMataji #ReligiousEvent #MorbiUpdate #MahaPrasad #GujaratNews