26 વર્ષથી વિનામૂલ્યે નવરાત્રી મહોત્સવનું આયોજન : માતાઓ અને બહેનોને ગરબા રમવા માટે અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા : સ્પર્ધામાં ભાગ લેનારને દરરોજ 25 જેટલા ઈનામોનું વિતરણ કરાશે મોરબી: પૂર્વ મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ અને પૂર્વ ઉપ પ્રમુખ મોરબી નગર પાલિકા જયરાજસિંહ જાડેજા દ્વારા મોરબીમાં સામાકાંઠે 'માઁ નવરાત્રી મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 26 વર્ષથી, એટલે કે 1999થી, વિના મૂલ્યે રાસ-ગરબાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ વર્ષે તા. 22/09/2025 થી 31/09/2025 સુધી સાંઈ બાગ, ઉમા ટાઉનશીપ મેઈન ગેટ સામે, મોરબી-૨ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવમાં રાસ-ગરબાની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલૈયાઓને દરરોજ 25 જેટલા ઈનામો આપવામાં આવે છે, જેમાં પ્રિન્સેસ, પ્રિન્સ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઈલ, જનરલ નોલેજ અને વેશભૂષા જેવી શ્રેણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સમગ્ર મોરબી જિલ્લામાં સૌથી વધુ 451 નાની બાળાઓને લાણીનું વિતરણ પણ કરવામાં આવે છે. તેમજ માતાઓ અને બહેનોને ગરબા રમવા માટે અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.