મોરબી : મોરબીમાં તારીખ 27 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી અનુપમ કા રાજા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 27 ઓગસ્ટ ને બુધવારના રોજ ગણેશ સ્થાપન કરવામાં આવશે અને 6 સપ્ટેમ્બરના રોજ બપોરે 1 કલાકે ગણપતિ વિસર્જન કરવામાં આવશે. તમામ સોસાયટીના ભક્તજનોને આ ગણેશ મહોત્સવમાં દર્શન કરવા પધારવા આમંત્રણ પાઠવાયું છે. આ ઉપરાંત પૂજા તથા આરતીનો લાભ લેવા માટે મો. નં. 97122 35005 પર સંપર્ક કરવા જણાવ્યું છે.